STORYMIRROR

Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૯૫.

આ તે શી માથાફોડ ! - ૯૫.

1 min
15.2K


બા અને બાળક

બા: "પણ તું સરખો તો ઊભો રહે ! થનગનથનગન શું કરે છે ?"

બાળક: "મને ટાઢ વાય છે; મારાથી ઊભું નથી રહેવાતું."

બા: "જોને, ચોરણી પહેરાવી નહિ ત્યાં તો કાઢી નાખી ! છેને પણ કાંઈ ?"

બાળક: "બા, એમાં એક કીડી હતી તે કરડતી હતી."

બા: 'જોજે, અહીં આવીશ તો મારી નાખીશ !"

બાળક: "ત્યારે માંદો પડું છું ત્યારે દવા શું કામ કરે છે ?"

બા: "જોને, રકાબી પાડી નાખી ને ભાંગી નાખી."

બાળક: "મેં રકાબી નથી પાડી; ચીકણી હતી તે લપસી ગઈ."

બા: 'મારે તે કરવું શું ? આ લૂગડાના તો કટકેકટકા કર્યા !"

બાળક: "ઘણા બધા કટકા નથી કર્યા; ફક્ત બે જ કટકા કર્યા છે. મારે પગે પાટો બાંધવો છે."

બા: ક્યારનો સળવળ સળવળ શું કરે છે ? સરખું સૂતાં યે નથી આવડતું ?

બાળક: "બા, મચ્છર ગણગણ કરી કાન આગળ આવે છે."

બા: "એ હવે કેમે કરીને નહાવા ઊઠશો ? ક્યાં સુધી રમશો ?"

બાળક: "પણ તેં નથી કહ્યું કે બોલાવું ત્યારે આવજો ? એકે વાર તેં અમને બોલાવ્યા તો નથી !"

બા: "જો કેવી ખરાબ ટેવ છે ! ખાતાં ખાતાં પાણી ઢીંચ્યું."

બાળક: "પણ બા, શાક તીખું લાગે છે તે મોઢું બળે છે."


Rate this content
Log in

Similar gujarati story from Classics