Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૯૧

આ તે શી માથાફોડ ! - ૯૧

1 min
7.5K


"એ... પણે બાપુ આવે. હેઈયાં !"

"ચાલો ત્યારે હવે પછી વાંચશું."

"આજે મારે બાપુને મેં ગોઠવેલી જોડાની હાર બતાવવી છે, જો પેલી રહી. બાપુ કહેશે સુંદર છે."

"ઊભો રહે: માટીના રમકડાં બનાવ્યાં છે તે મેડી ઉપરથી લઈ આવું."

"જો તો જરા, આ બાંય ચડાવી દેને ? મારા હાથ શાહીવાળા છે. બાપુનો ખડિયો અને હોલ્ડર સાફ કરું છું."

"પેલી બાપુની ચોપડીમાં નિશાન મૂક્યાં કે ? એ ચિત્રો બાપુને બતાવવાનાં છે."

"એ... પણે બાપુ આવે"

"જા જા, ઝટ ચોપડી લઈને બેસી જા. નહિતર બાર વાગ્યા સમજજે !"

"એલા આ તારા જોડા રસ્તામાંથી ઉપાડી લે; બાપુ ભાળશે તો લગાવશે."

"કોણ, બાપુ આવે છે કે ? ચાલ મને ઝટઝટ હાથ ધોઈ લેવા દે. કહેશે કે ગારાવાળા કેમ કર્યા ?"

"એ રૂખી, સરખું ઓઢ; જો બાપુ દેખાય. કાલે કાન ખેંચ્યો હતો તે ભૂલી ગઈ ?"

"એલા મૂકી દે ઈ બાપુની ચોપડી. બાપુએ નો'તું કીધું કે જો કોઈ અડ્યા છો તો....!


Rate this content
Log in

Similar gujarati story from Classics