STORYMIRROR

Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૮૯.

આ તે શી માથાફોડ ! - ૮૯.

1 min
14.7K


ચંચળ અને લક્ષ્મી અંદર અંદર વાતો કરતાં હતાં.

ચંચળ કહે: "લક્ષ્મી મને તારા જેવી ઢોલણી બહુ ગમે છે. તારી જેમ જ એકલાં સૂવાની મરજી થાય છે."

લક્ષ્મી કહે: "ત્યારે કેમ સીતી નથી ?"

ચંચળ કહે: "પણ બા ઢોલણી ભરાવે ત્યારે ના ? એ તો ભરાવતી જ નથી."

લક્ષ્મી કહે : "હું બાને કહીશ કે ઢોલણી ઝટ ભરાવે."

ચંચળ કહે: "પણ એ તો બાને મારા વિના નથી ગમતું ને મને ભેગી સુવરાવવા માટે ઢોલણી નથી ભરાવતી."

લક્ષ્મી કહે: એવું તે હોય ?

ચંચળ કહે: "સાચે ! બા મને પરાણે ભેગી સુવારે છે. મને તો નોખા સૂવું બહુ ગમે છે પણ બાને નથી ગમતું."


Rate this content
Log in

Similar gujarati story from Classics