Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૮૧.

આ તે શી માથાફોડ ! - ૮૧.

1 min
7.8K


મને ત્યાં જવું નથી ગમતું

હું ત્યાં જોઉં છું ત્યારે આંગણમાં જ છોકરાને દિશાએ ગયેલાં ભાળૂં છું. ઉપર માખો બણબણતી હોય છે. સફાઈ કામદાર આવે ત્યારે વળાય. બા વાળે તો નહાવું પડે ને બાપા વાળી નાખે એ તો કદી બનવાનું જ નથી તો !

આંગણામાં જ શેરડીનાં છોયાં, કાગળના ડૂચા, જેતે નકામાં ઠીકરાં, ઈંટડાં ને કપડાંના કટકા પડ્યાં હોય છે; પણ જ્યાં દિશાની પણ પરવા નહિ ત્યાં આને ઉપાડનારું કોણ મળે ?

અંદર જોઉં છું તો ઘરના બારણા આગળ જ જોડા આડાઅવળા પડેલા ભાળું છું. કોઈ કોઈ જોડા તો ઊંધાચત્તા પણ જોઉં છું. એ જોડા ઉપર ધૂળ ચડી હોય, ગંદા હોય એની તો નવાઈ જ નહિ ! એવું સાફ કરવા કોણ નવરું હોય ?

ઓશરીમાં ફરું છું તો જેનાંતેનાં નાનાં કપડાં, કોઈની ચોપડી, કોઈનો રૂમાલ, કોઈનાં રમકડાં, કોઈનું કંઈ ને કોઈનું કંઈ, જ્યાત્યાં પડેલાં દેખું છું. અને એ બધું એવું છે કે હાથમાં લેવાનું મન પણ ન થાય. ચોપડીનાં પૂઠાં ફાટલાં, કપડું ગંદુ, રમકડું જૂનું ને તુટલું, મોટર સાવ ભાંગીને છુંદાઈ ગયેલી, રબ્બરની ચકલીનું પેટ ફાટી ગયેલું : એવાં કેટલાંયે ભાંગલાંતૂટલાં રમકડાં રઝળતાં હોય. મને ત્યાં નથી ગમતું.


Rate this content
Log in

Similar gujarati story from Classics