Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૧૦૭.

આ તે શી માથાફોડ ! - ૧૦૭.

1 min
7.4K


બાળક : "આજે નિશાળે નથી જવું."

બાપા: "કંઈ નહિ, કાલે જજે."

બાળક : "આ કપડું તો નથી ગમતું; બીજું પહેરું ?"

બાપા: "ત્યારે બીજું પહેર; ગમે તે પહેર."

બાળક : "આટલું હવે નહિ ભાવે; પડ્યું રહેશે."

બાપા : "ઠીક ત્યારે પરાણે ન ખાતો."

બાળક : "હવે આ ઓરડીમાં હું નહિ વાંચું; મને નથી ગમતી."

બાપા: "કંઈ નહિ; ત્યારે પેલીમાં વાંચ."

બાળક : "આજે નિશાળે નથી જવું."

બાપા: "ન કેમ જા ? જાવું પડશે."

બાળક : "આ કપડું તો નથી ગમતું બીજું પહેરું ?"

બાપા : "ન કેમ ગમે ? એ જ પહેર."

બાળક : "આટલું હવે નહિ ભાવે; પડ્યું રહેશે."

બાપા: "ખાવું પડશે. પડ્યું કેમ મુકાય ?"

બાળક : "આ ઓરડીમાં હું નહિ વાંચું; મને નથી ગમતી."

બાપા : "ન કેમ ગમે ? પહેલેથી વિચાર કરવો‘તોને ? હવે તો એમાં જ બેસવું પડશે."


Rate this content
Log in

Similar gujarati story from Classics