અ શોર્ટ સ્ટોરી
અ શોર્ટ સ્ટોરી
હિમાચલ પ્રદેશના એક ગામમાં જવાનું થયું. નાનું એવું નયન રમ્ય ગામ.
સ્ટેશને ઉતાર્યા પછી ક્યાં રહેવું એમ વિચારતો હતો. એક ઘોડાગાડીવાળાને પૂછ્યું કે રહેવાની કોઈ જગ્યા છે ? તે કહે એક હોટેલ છે બેસો મૂકી જાઉં. ઘોડાગાડી દોડવા માંડી. નાનકડા રસ્તા પાર થઈને એક ટેકરી ઉપર આવી. ટેકરી ઉપર એક જુના મહેલ જેવો બંગલો આવ્યો. ગાડીવાળાએ કીધું કે આજ હોટેલ છે રહેવાનું મળશે.
હું અંદર ગયો. મોટો રૂમ જેમાં એક બાજુ રેસીપ્શન કોઉટર હતું. બે ત્રણ મોટા સોફા અને મોટી મોટી મોટી ખુરશીઓ હતી. રૂમમાં કોઈ નહોતું. હું કાઉન્ટર પાસે ઊભો રહ્યો. એટલામાં એક સ્વરૂપવાન યુવતી એક બાજુથી આવી. હું જોતો જ રહ્યો. એકવડો બાંધો. સફેદ વસ્ત્રોમાં સજ્જ. મોટી આંખો કપાળમાં ચાન્દલો ને છુટા વાળ. મને એમ કે તે મારી પાસે આવે છે. પણ તેતો મને પસાર કરીને સામેના રૂમમાં ગઈ. મને વિચાર થયો કે અહીંયા આ કોણ હશે ? પછી થયું કે જે હોય તે. કાલે ઓળખાણ કરી લેશું એટલે ત્રણ દિવસનું રોકાણ સરસ રીતે પસાર થશે.
ત્યાં એક વૃદ્ધ માણસ કાઉન્ટર પાર આવ્યો. મેં નામ વગેરે લખાવ્યું ને પૂછ્યું કે પેલા બેન કોણ છે ? દાદાએ કઈ જવાબનો આપ્યો અને મને લિફ્ટમાં ઉપર જવાનું કહ્યું.
જુના જમાનાની મોટી જાળી વળી લિફ્ટ. લિફ્ટમાં જઈ જાળી મેં બંધ કરી ને બટન દબાવું તે પહેલા પેલી યુવતી સામેથી આવતી દેખાણી. તે લિફ્ટ બાજુ જ આવી રહી હતી. હું મનમાં રાજી થઇ ગયો ને જાળી ખોલવા ગયો પણ જાળી ખુલી નહિ. ત્યાંતો પેલી સ્વરૂપવાન યુવતી જાળી સોંસરવી લિફ્ટમાં આવી ગઈ.
હવે તમેજ કહો મારે લિફ્ટમાં તે યુવતી સાથે ઉપર જવું કે જાળી ખોલી બહાર નીકળી જવું ?


