વસંતનો વૈભવ આજ રે
વસંતનો વૈભવ આજ રે
ફૂલડે ફૂલડે ફોરમ ભરતી વસંતનો વૈભવ આજ રે,
જીવન આખુંએ જન્મ-મરણની જંજાળ રે,
પાનખર પછી વસંત નિત્યક્રમ સદાકાળ રે,
પાન ખરતાં વૃક્ષોએ વસંતને પડ્યો સાદ રે,
વસંતી ચાંદલિયો લાવ્યો રંગોની ઉજાસ રે,
ફૂલડે ફૂલડે ફોરમ ભરતી વસંતનો વૈભવ આજ રે....
વસંત સાથે ફાગણના રંગોનો વ્યવહાર રે,
સત્ય અસત્ય પર જીતનો હોળી રંગોનો તહેવાર રે....,
પ્રકૃતિના પ્રાણ પૂરતી વસંત વેશે રામ રે,
આપણી એ ધન્યધરા જ્યાં જનમ્યાં રામ ને શ્યામ રે,
ફૂલડે ફૂલડે ફોરમ ભરતી વસંતનો વૈભવ આજ રે...

