STORYMIRROR

DIGISH PATEL

Inspirational

4  

DIGISH PATEL

Inspirational

સંઘર્ષ

સંઘર્ષ

1 min
236

હાફેલો શ્વાસ, થાકેલા પગ છતાં ખાલી ખોબો છે,

 એ જિંદગી તને શું ખબર મારો સંઘર્ષ કેવો છે?

 

નિષ્ફળતાના ઘૂંટડા પીધા અનેક,

તને શું ખબર એનો ઓડકાર કેવો છે?,


 નિયત થયેલી નિયતિ બદલવા,

 તને શું ખબર મારો પ્રયાસ કેવો છે?,


 ભરતી-ઓટના એ મોઝા માં,

 તને શું ખબર નાવ હંકાવનાર કેવો છે?,


જીવનના આ રંગમંચ પર,

 તને શું ખબર મારો કિરદાર કેવો છે?.

    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational