વિચારજો જરા
વિચારજો જરા
વૃક્ષો ઘટી રહ્યા, ઉદ્યોગ નવા વધી રહ્યાં
માણસ સૌ પ્રગતિના પંથે આગળ ધપ્યા
શું થશે વસુંધરાનું આ યુગમાં વિચારજો જરા...!
વાહનો કેરા યંત્રો ખૂબ વધી રહ્યાં
ખનીજ તેલ આજે જમીનમાં ઘટી રહ્યાં
શું થશે વસુંધરાનું આ યુગમાં વિચારજો જરા...!
ખેતી કરતા માનવી શહેરમાં ખસી રહ્યાં
ગામડાના જન સૌને આજે નઠારા થઈ રહ્યાં
શું થશે વસુંધરાનું આ યુગમાં વિચારજો જરા...!
સુગંધ આપતા કુદરતી ફુલો આજે ઘટયા
નકલી કુત્રિમ ફૂલો ઘરમાં સૌના વસ્યા
શું થશે વસુંધરાનું આ યુગમાં વિચારજો જરા...!
જંગલ સંપતિના ઉપયોગ વધી રહ્યાં
સૂકી ધરતીનાં પ્રમાણ વધી રહ્યાં
શું થશે વસુંધરાનું આ યુગમાં વિચારજો જરા...!
ગામડે ગામડે ડેરી કેરા ડેરા વધી રહ્યાં
છાશ તણાં અમૃતનાં મહત્વ ઘટી રહ્યાં