વારાફરતી વારો
વારાફરતી વારો


થયો મેળાપ આપણો ને,
ઘરમાં પ્રસંગ બની ગયો,
થયો કંકાસ ઘરમાં ને,
પંખીનો માળો વિખેરાઈ ગયો.
કહેવાથી તારા વડીલો ને એમનો,
ઘરડાઘરમાં નિવાસ થઈ ગયો,
જગત આખાનું ભણતર લઈને,
માતાપિતાથી દૂર થઈ ગયો.
ફરીથી તારા ઘરમાં,
ખુશીનો પ્રસંગ થઈ ગયો,
અવતાર થયો લક્ષમીનો ને,
રાજકુમારનો જન્મ પણ થઇ ગયો.
બાણપણ તો વીતી ગયું ને,
હવે જવાનીનો જોશ આવી ગયો,
કમાવા માટે લાડલો,
હવે ઘરથી દૂર થઈ ગયો.
કોલેજ જવાનો સમય હવે તો,
પલકારાની જેમ વીતી ગયો,
દીકરો તો હવે મોટો થયો,
પોતાની જીદ કરતો થઇ ગયો.
દીકરીને લઈ જમાઈ ગયાને,
દીકરો વહુઘેલો થઈ ગયો,
બસ એકલા હતા આપણે ને,
એકલતાનો વાસ થઈ ગયો.
આજે કહે છે હાર્દ તમને,
છે વ્યથા એમની એકલતાની,
આવે જો પ્રસંગ આપના હૈયે,
તો વારાફરતી વારો આવી ગયો.