STORYMIRROR

HardikSinh Chudasama

Inspirational Others

4  

HardikSinh Chudasama

Inspirational Others

પપ્પા છે ને !

પપ્પા છે ને !

1 min
694

જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો,

ચાલતા ચાલતા પડી જતો,

ત્યારે મનમા એકજ વિચાર આવતો,

કે પપ્પા છે ને !


જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને,

પાછુ વળી ટાટા કહેતો, 

ત્યારે મનમા એકજ વિચાર આવતો,

કે પપ્પા છે ને !


જ્યારે તું મોટો થયો કોલેજ જતો, મોજમસ્તી કરતો,

કે કોઈ પણ મુંઝવણ અનુભવતો,

ત્યારે મનમા એકજ વિચાર આવતો,

કે પપ્પા છે ને !


પણ જ્યારે તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી,

પપ્પાને વૃદ્ધાશ્રમ છોડવાના વિચાર પહેલા,

એ વિચાર કેમ ના આવ્યો ?

કે પપ્પા છે ને !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational