ઉપકાર માબાપના
ઉપકાર માબાપના
જીવનમાં ક્યારેય કદી ના વિસરાય ઉપકાર માબાપના,
વય વીતતાંને પછી જ એ સમજાય ઉપકાર માબાપના,
જન્મ આપીને ઉછેરી મોટા કર્યા વહાલ વરસાવી જેણે,
એની લાગણીને ઠેસ ન પહોંચાડાય ઉપકાર મા બાપના,
સ્વાર્થશૂન્ય વિચાર અને વ્યવહાર જેના પ્રતિદિન તણા,
માનવ સ્વરુપે સાક્ષાત દેવ ગણાય ઉપકાર માબાપના,
હિત સંતાનનું હરપળ જે વિચારે ખુદ પોતે સહીને પણ,
ત્યાગ જેનો અદભુત ઓળખાય ઉપકાર માબાપના,
શક્ય નથી પ્રતિ ઉપકાર કરવો એનું ૠણ ચૂકવવા કાજે,
સંતાનનું સારું દેખીને જે મલકાય ઉપકાર માબાપના,
મૂરત ઇશની છે જો સમજાય તો સાર એમાં જ રહ્યો,
પરમથી પણ અધિક જે મનાય ઉપકાર મા બાપના.
