ઉડ્યો રે
ઉડ્યો રે
ઉડ્યો રે પતંગ, ઉડ્યો રે પતંગ
આપણા પ્રેમનો ઉડ્યો રે પતંગ,
હા, બંધાયા છે કીન્ના (૨)
લાગી ના નજર આપણા પ્રેમ રૂપી પતંગને,
એના માટે બંધાયા છે કીન્ના,
ફૂંકાયો પવન.. (૨)
તારી તરફ જાણે ખેંચી રહ્યો પવન,
હા, આપજે ઢીલ તું.. (૨)
આપણો વધતો રહે પ્રેમ,
એના માટે આપજે ઢીલ તું,
હા, કાપજે પતંગ તું (૨)
ઇર્ષા અને આપણી વચ્ચેના,
મતભેદ ના કાપજે પતંગ તું,
હા, લાગી ના જાય પેચ (૨)
આપણા પ્રેમરૂપી પતંગને,
એની કાળજી રાખજે તું,
હા, કપાઈ પણ જશે જો (૨)
આપણો પતંગ જો, તારા હૃદયમાં હંમેશા ચગતો રહેશે,
આપણો પ્રેમ રૂપી પતંગ એની ખાતરી રાખીશ હું,
ઉડ્યો રે પતંગ (૨)
આપણા પ્રેમનો ઉડ્યો રે પતંગ.