ટોળે વળ્યા.
ટોળે વળ્યા.
જન્મોજનમના કર્મના બંધન જુઓ ટોળે વળ્યા,
સંસારના આ એટલાંએ તંતુઓ ટોળે વળ્યા.
ઘેરી વળ્યા કીડા સમા મનરોગના આદમ ઘણા,
ઈર્ષા અહં ક્રોધે બળેલા પંગુઓ ટોળે વળ્યા.
બિંદુ બની વિસ્તાર મારો અંતરી થ્યો' તો જરા,
પીરો ફકીરો ઓલિયા શા સિંધુઓ ટોળે વળ્યા.
ને 'હું' પણું જ્યાં શૂન્ય થ્યું પાંખો મળી પરભુ ભણી,
મારી જ અંદરના સુતેલા સાધુઓ ટોળે વળ્યા.
દોડ્યા હતા અશ્વો ઘણું સદ્કર્મમાં આ શ્વાસના,
અંતિમ એની જાતરામાં બંધુઓ ટોળે વળ્યા.
