વરસાદ
વરસાદ
1 min
27.1K
વરસાદી ફોરાંથી લથબથ આ માટીને
ખીસ્સામાં નાખીને ભાગીએ
સપનાનું ઘાસ લઈ, રંગોની તાંસ લઈ
મનગમતા ટુકડાને રાગીએ
ભીનેરા ...
પંખીના ટહુકાનો મીઠ્ઠો કિલકાર અને
સનનન હવાની આ ઝાંઝરી
ઝરમરતી ધારમાં ઊભી ભીંજાય
જુઓ આંગણની ક્યારીમાં માંજરી
માંજરને પહેરાવી ઝાંઝરની જોડ
પછી લીલેરી માળા રોપાવીએ
ભીનેરા ....
સૂરજ ને ચાંદાએ માંડી છે ગોઠ 'એલા
ક્યારે સંતાવું, દેખાવું !
આ વીજળીને લેવો છે સોંસરવો દાવ
હવે કેમ કરી એને સમજાવવું !
વાતો લક્કાઈને તારલિયા સાંભળી
દોડ્યાં જો આભની અટારીએ
ભીનેરા...
