તો તું માણસ
તો તું માણસ


શૂન્યમાંથી સર્જન કર તો તું માણસ,
કાળના ગર્ભમાંથી મહાકાળ બનીને નીકળ તો તું માણસ,
અંતથી શુભારંભ કર તો તું માણસ,
કોઈનાં અશ્રુ ને સ્મિતમાં ફેરવે તો તું માણસ,
પોતાની મહેનત ને વિશ્વાસથી નસીબ ફેરવે તો તું માણસ,
પ્રેમ અને શ્રદ્ધાથી પ્રભુને બાંધી લે તો તું માણસ,
સીપીના મોતી કરતાં કોઈના મનનાં મોતી શોધી લાવ તો તું માણસ,
શબ્દોથી સમજાવી દે તે સંત,
પણ વગર કીધે કોઈની ભાવના સમજી જા તો તું માણસ,
ભાલા ને તીરથી રણ મેદાન તો કોઈ પણ જીતી લે,
પણ વિના લડે સ્નેહ અને સચ્ચાઈથી સૌને પોતીકા કરી લે તો તું માણસ,
આ સંસાર ખૂબ જ વિચિત્ર છે દોસ્ત,
પણ આ વિચિત્રતામાં પણ જો તું તારી ચિત્રતા અંકિત કરી લે તો તું માણસ.