STORYMIRROR

MAMTA DABHI

Tragedy

4  

MAMTA DABHI

Tragedy

તારી યાદના મોતી

તારી યાદના મોતી

1 min
480

તારી યાદના મોતીને, સાચવીને રાખ્યું છે,

સમુદ્રના તળિયે, પણ તું એને કિનારે શોધે

તો હું શું કરું?


અસંખ્ય આગિયા બનીને હું આવું છું,

રાત્રિના અંધકારમાં તને મળવા પણ

તું મને અજવાસમાં શોધે,

તો હું શું કરું?


તારી મિત્રતાને હું કૃષ્ણની જેમ નિભાવું છું,

પણ તું સુદામા બનીને ના આવે,

તો હું શું કરું?


ફૂલ બનીને બાગમાં હું પણ મહેકું છું,

પણ તું પતંગિયું બનીને ના આવે,

તો હું શું કરું?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy