STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

તારા વિના

તારા વિના

1 min
247

સઘળે સાવ સૂનુંસૂનું મને લાગે હરિ તારા વિના.

જગત પછી ઊનુંઊનું મને લાગે હરિ તારા વિના.


ના મળે શીતળતા પ્રભુજી તુજ અંક વિના બીજે,

જગત હંમેશાં નાનુંનાનું મને લાગે હરિ તારા વિના.


સાવ સ્વાર્થરત દુનિયામાં ના મળતી કદી માનવતા,

નાં ક્યાંય હરિવર મઝાનું મને લાગે હરિ તારા વિના.


અર્થની આંધળી દોટમાં પશુતા માનવ આચરનારો,

અધર્મીનું કામ છાનુંછાનું મને લાગે હરિ તારા વિના.


આઠે પ્રહર હું તો ઝંખનારી સામીપ્ય હરિવર તારું,

તને મળવાનું કોઈ બહાનું મને લાગે હરિ તારા વિના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational