STORYMIRROR

Kamlesh Ji

Inspirational Others

4  

Kamlesh Ji

Inspirational Others

તારા ગયા પછી દીકરી

તારા ગયા પછી દીકરી

1 min
28.3K


તારા ગયા પછી દીકરી,

તારી એ ફરિયાદો યાદ આવે છે.

તારી ફરિયાદોમાં પણ,

તારી લાગણીઓ યાદ આવે છે.


એ લીલા લીપણમાં પાડેલ

પગલી યાદ આવે છે.

એ પેન, પાટી અને અવળો ઘુંટેલ

એકડો યાદ આવે છે.


દાદા-દાદીની લાડલી તું,

એ સંતાડી દીધેલ લાકડી યાદ આવે છે.

પહેલી વખત બનેવી પેલી

દાઝી ગયેલી રોટલી યાદ આવે છે.


સવાર પડતાંની સાથે જ

એક કપ ચાની ટ્રે યાદ આવે છે.

એ ચકલીઓ હવે ઘરે આવવાનું બંધ કરી દીધુ,

તારા ગયા પછી ઢીંગલી આ માળો ખાલીખમ લાગે છે.


શાંત પડી ગયું છે મારું આંગણું હવે,

એ ધમાચકડી મચાવતી તારી સખીઓ યાદ આવે છે.

ક્યાં સુધી સંગ્રહી રાખું આંસુ,

તારા ગયા પછી વહી ગયેલી નદીઓ યાદ આવે છે.


તું તો કઠણ હૃદય કરી ચાલી નીકળી પણ,

મને હજુયે તારા બાળપણની બબાલ યાદ આવે છે.

એ રકઝક અને રીસામણાં સાથે સુનો પડેલ,

તુલસી ક્યારો યાદ આવે છે.


તું જીતતી અને હું હારતો ઓ લાડલી,

મારી હારની હારમાળાઓ યાદ આવે છે.

તારા ગયા પછી શ્વાસ મારા થંભી ગયા મારા ઓ બબલી,

મારી સાંજ-સવારમાં તારા કલરવની યાદ આવે છે.


મારી અને તારી મમ્મી વચ્ચે સમાધાન કરાવાની

તારીએ સમજણ યાદ આવે છે.

થાક્યા-પાક્યા ઘરે આવતાં આંગણે ઉભેલી દીકરી,

એ પાણી ભરેલા લોટાની યાદ આવે છે.


હમેંશા હસતો રહેતો ચહેરો અને શાંત ઝરણાં જેવી;

તારી એ સફર યાદ આવે છે.

ખાલીખમ થયેલ ઘર બે ઘર લાગે છે.

તારા ગયા પછી તારી ફરિયાદો યાદ આવે છે,

તારી એ ફરિયાદોમાં ફરીફરી તારી યાદ આવે છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational