આ મજૂરી કેમ કાળી છે
આ મજૂરી કેમ કાળી છે
ઈમાનદારીથી કરી હતી,
તેમ છતાં આ મજૂરી કેમ કાળી છે.
પરસેવે નાહીને ઉજળી થયેલી,
એવી જાત તે કદી ભાળી છે.
મારે તો ઘરે રોજ હોળી છે,
તેમ છતાં ઉજવું કે જાણે દિવાળી છે.
બગીચો તો ક્યાંય દેખાતો નથી,
તેમ છતાં લોકો પૂછે કે માળી છે.
શાંતિથી સુઈ જવું હતું આખરે 'ક્લારૂપ',
તેમ છતાં તારલા ગણી રાત મેં ગાળી છે.
