Archana Pandya

Tragedy

4.0  

Archana Pandya

Tragedy

સ્વતંત્રતાની કરુણા

સ્વતંત્રતાની કરુણા

1 min
35


હિન વાસનાઓથી ઘેરાયેલા બળાત્કારીઓ 

આજે પણ ફરે છે ખુલ્લેઆમ,  

શું એ છે સાચી સ્વતંત્રતા?


દુષવિચારો ને લાલસાઓના કાટમાળ નીચે

આજે પણ દબાયેલો છે માનવી, 

શું એ છે સાચી સ્વતંત્રતા?


નાનકડી બાળકી, યુવાન દીકરી તો શું

પ્રૌઢા પણ આજ સલામત નથી, 

શું એ છે સાચી સ્વતંત્રતા?


ઘોળાય રહ્યું છે દ્વેષ ને ક્લેશતણું વિષ

ચેતન તો શું જડ પણ નથી સુરક્ષિત, 

શું એ છે સાચી સ્વતંત્રતા?


વ્યર્થ ગયા વીરોનાં બલિદાન ને કકળી ઊઠી

એમની આત્માઓ, દેશની અવદશા દેખી, 

શું એ છે સાચી સ્વતંત્રતા? 


આ મારો ને તું પારકો જેવા અહંકાર, નિંદા ને

સ્વાર્થમાં સડી રહી છે આજ સ્વતંત્રતા !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy