સ્વતંત્રતા
સ્વતંત્રતા


ઝંખે છે મન મારું આજ,
આભને આંબવાની સ્વતંત્રતા,
સાહસને ખેડવાની સ્વતંત્રતા,
વિચારોને મારા વહેતા મૂકવાની સ્વતંત્રતા,
સામર્થ્ય મારું ઉજાગર કરવાની સ્વતંત્રતા,
લાગણીઓને લહેરાવવાની સ્વતંત્રતા,
વાત્સલ્યને વહાવવાની સ્વતંત્રતા,
ખરી જંગ લડવાની સ્વતંત્રતા,
ગૌરવ મારા દેશનું બનવાની સ્વતંત્રતા,
અસ્તિત્વને મારા અભિલાષી બનાવવાની સ્વતંત્રતા.