STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational Others

4  

VARSHA PRAJAPATI

Inspirational Others

સરખામણી

સરખામણી

1 min
379

આયનામાં જોઈને સરખામણી કરશો નહીં,

લાગણી દેખાય તો ત્યાં તાપણી કરશો નહીં,


હેતને સરખાવવાનું ત્રાજવું રાખો ભલે,

દ્વેષના હો વજનિયાં તો માપણી કરશો નહીં,


કર્મના આ ચોપડામાં તો હિસાબો થાય છે,

શ્વાસ ખૂટે તો પછીથી માંગણી કરશો નહીં,


વેંત સરખી એ હતી, સાગરને હંફાવ્યો હતો,

હો ભલે મોટા છતાં પણ છાવણી કરશો નહીં,


બીજ, ખાતર, નીર, ધરતી છે બધું ઉત્તમ છતાં,

જો કદી બદલાય મોસમ વાવણી કરશો નહીં,


સાવ અમથી વાતમાં કાયમ કરે સરખામણી,

હોય નાતો રક્તનો તો કાપણી કરશો નહીં,


આ રદિફને કાફિયાથી રોજ કંડારો ગઝલ,

હું છું 'હેલી' શ્રેષ્ઠ એવી લાગણી કરશો નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational