સ્પર્શ
સ્પર્શ
1 min
397
સ્પર્શ કરું એ પત્રને,
જેનું સરનામું ના હોય !
સ્પર્શ કરતા ખબર પડે કે,
પત્ર એનો જ હોય.
હારી થાકીને ઘરે આવું,
હિંમત પણ હારી જાઉં,
બસ એનો એક જ સ્પર્શ,
તાજગીસભર બની જાઉં.
પાંચ આંગળીઓને સ્પર્શ થાય,
એક પ્રેમાળ આંગળી,
બાળક ત્યારે બોલવા જાય,
મારી મમ્મી પાસે આવી.
સ્પર્શની ના કોઈ ભાષા છે,
બસ અનુભૂતિથી સમજાતી,
માનવે શોધેલી ભાષાઓ,
બસ ઈશ્વરે પ્રથમ ભાષા આપી,
'મા' ના સ્પર્શની ભાષા,
બેબીને એ પ્રથમ સમજાતી.