સફર જિંદગીની
સફર જિંદગીની


જિંદગીની સફરને હું,
હસતા હસતા કાપતી ગઈ,
રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,
તેને વિણતી ગઈ,
મુરઝાયા પછી પણ,
મારી સુવાસની ચર્ચા છે અહીં,
વસંત તો શું, હું તો
પાનખર માં પણ ખીલતી ગઈ,
ઉંચાઈએ રહેવાનો મને,
મોહ જરા પણ નથી,
સમય સાથે સમજાયું,
નથી મળતી ખુશીઓજ હમેશા,
ખુશ રહેવા દુઃખને પણ,
હસીને માણતા શીખતી ગઈ,
આ મુસ્કાન જોઈ એમ ન માનતા,
કે રડી નથી હું ક્યારેય,
પણ આંસુઓની શ્યાહી બનાવી,
શબ્દોમાં વ્યથા લખતી ગઈ,
કોશિશ તો કેટલીયે કરી હશે,
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતી ગઈ,
પણ હવે સમજાયું જિંદગી તો સારીજ છે
હવે હુ પોતાના રીતે જીવતી ગઈ.