સંયુક્ત કુટુંબ
સંયુક્ત કુટુંબ
સંયુક્ત કુટુંબમાં રહેવાની એક મઝા હોય છે,
સૌ સંગાથે રળિયામણા હાથ ઝાઝા હોય છે,
પારસ્પરિકતાના ધોરણે નભે છે વ્યવહાર ત્યાં,
ન હોય સહનશક્તિ તો લાગે કે સજા હોય છે,
સંપનું સત્વ હોય છે ત્યાં પ્રકાશતું હરહંમેશાંને,
એકતાની ઓથે ટકી શકનારાં સૌ ગજાં હોય છે,
જતું કરીને જીવવાની રીત ત્યાં હોય છે દેખાતી,
બાહ્ય ખટરાગને ત્યાંથી સદાને માટે રજા હોય છે,
સ્વભાવ ઓળખીને શાંતિ રાખવાથી ફળેફૂલેને,
આબરુને ઓળખની રોજ ફરકતી ધજા હોય છે.
