સંગીત
સંગીત
તંબુરો વાગે ને મન ભાવવિભોર થાય
એકતારામાં મન પરોવાઈ જાય
સંગીતની ધૂન મન મગ્ન થઈ જાય
ભક્તિ ગીતમાં આનંદ આવી જાય
પ્રસિદ્ધ નથી એક માત્ર તાનસેન
ભારતમાં કેટલાય હતા સંગીત જાણકાર
વડનગરની તાનારીરી દિપક રાગ ગાય
તાનસેનનું અભિમાન એથી ઉતરી જાય
બૈજુ બાવરાને જાણો, એમના ગુરુ હરિદાસ હોય
એવા ભાવુક ગાયકોથી સંગીત અમર થઈ જાય
સંગીતના સાધનો ઘણા, મુખ્ય તબલા સીતાર ગણાય
હાર્મોનિયમ આવડે જેને,સુગમ સંગીતના સૂરો છેડી જાય
