સંગાથ
સંગાથ
જોને કેવો ખૂશનુમા ઉનાળો મળ્યો છે,
એકમેકનો સંગે ય હૂંફાળો મળ્યો છે.
પાંજરામાં કેદ પંખી તો સતત તરફડતું હોય,
પણ અમને તો પાંજરાનો ય લ્હાવો મળ્યો છે.
સંગાથે રહેવાની આવી તક તો જવલ્લે મળે,
એ તકને સાધવાનો કોઈ ઈશારો મળ્યો છે.
પંખીના કલરવે ગુંજતી સહુની મીઠી સવારો,
ગોધૂલી ક્ષણે તો પંખીઓને ય એનો માળો મળ્યો છે.
સંગાથે માણજો, આ દિવસો ય આનંદે
ભલે વણમાગેલો...તો ય એક મોકો મળ્યો છે.