સમર્પણ
સમર્પણ
કંઈ બોલી ન શકી હું,
પણ,દર્દ તો ઘણું થયું એ દિવસે
જ્યારે, એક જૂૂઠ સામે આવી ઊભો રહી ગયો.
જાણું છું; કોઈ કારણ તો હશે જ
એ વાત છુપાવવા પાછળ,
મને તકલીફ આપવા નહોતો માંગતો તું?
કે પછી આ લાગણી એકતરફી જ હતી હંમેશથી?
કેટલાંય સવાલો બંધ છે મન માં,
પણ, હ્રદય માં અનહદ પ્રેમ વસેલુું છે;
કારણ, કદાચ એ જ હોઈ શકે,
તને જોતા જ ,હું નિશબ્દ બની જાઉં છું...
યાદ છે તને ? આપણી એ પહેલી મુલાકાત
એ સમય પણ તારા થી દૂર થઈ જવાનો ભય હતો,
અને ,આજે પણ એજ ભય છે.
તફાવત, માત્ર એટલો જ કે
તે સમય માત્ર ભય હતો,
અને આજે એ હકીકત બની રહ્યો છે...
જયાં, એકમેક સંગાથે વરસો વિત્યા
એ રસ્તાઓ પર આજે પણ,
મધુર ક્ષણની છાપ અકબંધ છે.
હસ્ત રેખાઓ પર તારા નામ ની લકીર નથી બની,
પરંતુ, આ હ્રદયની ધબકતી લકીરો પર તારું જ નામ છે...
રાધાનું સ્થાન ન લઈ શકાય કદાચ
પણ, મીરાંના મનમાં સદાય શ્યામ છે.

