STORYMIRROR

Mintu Doshi

Inspirational Others

4.2  

Mintu Doshi

Inspirational Others

સિ્ંંદૂરી સપના

સિ્ંંદૂરી સપના

1 min
28.4K


સિંદૂરી સાંજે, નદી કિનારે,

બેઠો હતો ચડ્યો હતો કંઈક વિચારે.


આવીને પડ્યુંં એક સોનેરી પીંછુ,

કહ્યુ લઈ જાવ તને બીજા કિનારે.


જ્યાં રંગબેરંગી ફૂલો અને એની સોડમ,

સુંદર છે દુનિયા ચાલ મારી સંગાથે.


મારી ઉપર છે જિમ્મેદારીના બોજા,

નહિ આવુ તારી સાથે બીજા કિનારે.


આંખ બંધ કર, અહેસાસ કરાવુ,

સ્વગૅ જેવી છે દુનિયા એ પારે.


લાગણીઓના બંધન નહી છૂટે,

કેવી રીતે આવુ તારી સંગે ?


હાથ પકડ મારો, સેર કરાવું,

આવવાનું તો તારે છે એ જ કિનારે.


અચાનક શ્ચાસ થઈ ભારી,

શું આવી ગઈ મારી વારી જવા એ કિનારે.


બાળકોને, ઘરવાળાને પ્રેમ કોણ આપે,

રોજમેળના ખર્ચાઓને કોણ તપાસે ?


અધૂરી વાતો, અધૂરા વચનો,

પુરા કેમ કરીશ જો આવીશ તારી સાથે ?


ફૂરરર... થઈ શરીર થીજી ગયું,

લઈ ગયું પીછું એની સંગાથે.


'મનમોજી'ની વાત સમજી લો,

પૂરા કરી લો સપનાઓ જતા પહેલા એ પારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational