શું એવું ના થાય કંઈ ?
શું એવું ના થાય કંઈ ?


હું કંઈ ના બોલે ને તું સમજી જાયે બધું જ,
શું એવુ ના થાય કંઈ ?
દર્પણ તું નિહાળે ને સ્મિત મારું હોય,
શું એવુ ના થાય કંઈ ?
રિમઝિમ વરસાદમાં પલળે હું ને મહેસૂસ તને પણ થાય,
શું એવુ ના થાય કંઈ ?
તું દર્ષે-એ-પુનમનાં એક ચાંદને હું જોવે તારા નયનોમાં બે ચાંદ,
શું એવુ ના થાય કંઈ ?
તું સાંભળે મધુર પક્ષી કલરવ ને મન મારું આનંદિત થાય,
શું એવુ ના થાય કંઈ ?
શાંત વહેતા ઝરણે પગ પલાળી બેસી બે મીઠ્ઠી વાતો કરી એક યાદ નવી બનાવી,
શું એવુ ના થાય કંઈ ?
સીંચે હું ડોલરના ફુલ-છોડને પાણી ને સુવાસ તું નિત્ય માણે,
શું એવુ ના થાય કંઈ ?
આઈ વિશીંગ વન સેલ્ફી વિથ યુ,
ગેટ્સ ધ હોલ આલ્બમ મી,
શું એવુ ના થાય કંઈ ?
અધુરી ખ્વાઈશવાળી એક કપ “ચા” હું બનાવે અને પીયે બન્ને,
શું એવુ ના થાય કંઈ ?
તલાશમાં છું હું ખુદની ને મારી તલાશ તારામાં પુરી થાય,
શું એવુ ના થાય કંઈ ?
પ્રભુ વંદન કરવા એક હથેળી મારી અને એક તારી હોય,
શું એવુ ના થાય કંઈ ?
આપણા ઘરને આંગણે “તુલસી” પૂજા તું કરે ને નિત્ય “ક્રિષ્ન”ના દર્શન મને મળે,
શું એવુ ના થાય કંઈ ?
અઢી અક્ષરની એ સહાનુભુતી વગર માગ્યે જીંદગીભર મળી જાય,
શું એવુ ના થાય કંઈ ?
આ દિલના મારા શબ્દોને તારા હૃદયનો સ્વીકાર મળી જાય ને મોરપંખ જેવું નયનરમ્ય જીવન બને,
શું એવુ ના થાય કંઈ ?