શું આ છે પ્રેમ ?
શું આ છે પ્રેમ ?


ફૂલે કહ્યું હસતી ફોરમ ને,
તું તો છે મારી જાન;
તારા વિના શું રહેશે,
આ પ્રેમી પુષ્પની શાન ?
કિનારા એ કહ્યું વહેતી સરિતાને,
છે તું અંગામૃત મારી;
જો મળે નહિ તું મને,
તો મારી જઈશ યાદમાં તારી.
કૃષ્ણ એ કહ્યું વાગતી બંસરીને,
એ મારી અધર સંગીની;
કદાચ હું તને બનાવી શક્યો હોત,
મારી હ્રદયપ્રિય અર્ધાંગીની.
કુદરતના પાલવે ઝુલતા કમળે કહ્યું,
એ ભમરી હું તારાથી ન કરું પ્રીત;
હું તો છું કાદવમાં રહેતો કમળ,
કેમ થશે આપના પ્રેમની જીત ?
પલ્લવે કહ્યું પંકના 'પંકજ'ને,
મને ન હતી એવી આશા કે;
આપની વચ્ચે રહેશે એક પલ્લવી,
અને અપેક્ષા તૂટી મારી.