શ્રીહરિ
શ્રીહરિ
હારી જાઉં સર્વસ્વ તારા નામે શ્રીહરિ.
ઠેરઠેર ઘેરઘેર હોય તુજ મુકામે શ્રીહરિ.
અઢળક ઉપકાર તારા મનુજદેહ દીધો,
મંદિર હોય તારાં પ્રભુ ગામેગામે શ્રીહરિ.
મનમંદિરનો માલિક તું ઉરમાં વાસ સદા,
મળી જાય મબલખ કરતાં પ્રણામે શ્રીહરિ.
ખૂબ ભટક્યા લખચોરાશી ફેરા ફરીફરીને,
અંતસમયે દેજે વાસ તારા ધામે શ્રીહરિ.
આપજે જન્મ આવતો સ્મરણ રહે તારું,
જ્યાં ભક્તો તારા દરશનને પામે શ્રીહરિ.
