શક્તિમાન
શક્તિમાન
તું પણ શક્તિમાન છે
એનું તને ધ્યાન છે ?
લે’ ખુદથી અજાણ છે ?
તું કેવો નાદાન છે !
લડ-ખેલાડી મેદાન છે
જો તલવાર પર મ્યાન છે,
તું શાને બેધ્યાન છે ?
તે આપે ગીતા જ્ઞાન છે,
સમજ્યો તે પામી શક્યો
બાકી બધું અજ્ઞાન છે !
બસ, એજ બ્રહ્મ સત્ય છે
બાકી શું જહાન છે ?
ગર, એનું તને ધ્યાન છે
તો તું જ શક્તિમાન છે.
