Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mamta Patel

Inspirational Thriller Tragedy

3  

Mamta Patel

Inspirational Thriller Tragedy

શહિદી

શહિદી

1 min
13.7K


એ માતૃભૂમીને વરેલો વીર જવાન

અને હું એને વરેલી સુહાગણ હતી,

મારાં શરીર પર લાલચટક પાનેતર

અને એનાં શરીર પર લશ્કરી વર્દી હતી,

મારાં માથે શોભતો માંગટીકો

એનાં માથે સોલ્જર કૅપ હતી,

એનાં ખભે રાયફલ ટીંગાતી

મારાં કર પર ચુડલી શોભતી હતી,

એનાં ચોડા સીના પર ચંદ્રક વિરતાનાં,

મારાં ગળે મંગળસુત્રની સેર હતી,

એનાં કદમ પરેડ કરવાં ટેવાયેલાં

ને હું પાયલ પહેરી રુમઝુમતી હતી,

એનાં નસીબમાં દેશની સરહદ

અને મારાં નસીબે બસ સીલવટ હતી,

હતાં પતિ-પત્ની, કર્મ બંધને બંધાયેલાં,

મનમાં બસ પ્રેમની, સંગાથની તરસ હતી,

એક દિવસ ઉઠ્યો વંટોળ,

આનધી એવી કંઈક ઉપડી હતી,

આવ્યો સંદેશો કંઇક એવો કે..

સરહદે લડતાં એમને વીરગતિ મળી હતી,

ત્રીરંગે લપટાયેલાં મારા પતિદેવને

વધાવવાં, હું ગામની પાદરે દોડી હતી,

વર્દી ઉતરી, પાનેતર ઉતર્યું,

કાંપતાં હાથે મેં ભાલની બીંદી ભુંસી હતી,

સીના પર તેમનાં ચંદ્રક સાથે ટકરાતો મારો માંગટીકો,

ઉતર્યા બન્ને સાથે, કહો દોસતી કેવી ગહેરી હતી,

રાયફલ સાવ ઉદાસ, નીસ્ચેતન દેહ પાસે

આંસુભરી આંખે મેં કાચની ચુડલી તોડી હતી,

સફેદ કફન ઓઢીને શાંત એ સુતો હતો,

મેં પણ છેલ્લીવાર ત્યારે રંગીન ઓઢણી ઓઢી હતી,

એ બન્યો શહીદ, હું તેની વિધવા,

એકવીસ તોપોની સલામીએ મને

કેટલાય ટુકડાંમાં તોડી હતી,

ભડ ભડ બળતી ચિતા, બળતો તેનો દેહ,

મને મારાં સપનાઓએ આજે સાવ જ તરછોડી હતી,

એ તો થઈ ગયો અમર ભારતનાં ઈતિહાસમાં,

અભિમાનથી તેનાં નામની શાલ મેં લાલ કિલ્લે ઓઢી હતી,

સલામ છે મારાં વીર ભરથાર તને

તારાં પ્રેમમાં હવે હું સાવ પાગલ, જે પહેલાં હું થોડી થોડી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational