STORYMIRROR

Mamta Patel

Others

3  

Mamta Patel

Others

મા તને કયાં શોધુ?

મા તને કયાં શોધુ?

1 min
29.1K


વહાલથી ભરેલી તારી અાંખને હું કયાં શોધુ
દુનિયાના તાપમાં ઠંડક આપતી બાથને હું કયાં શોધુ
જ્યારે પણ આવું હું બહારથી, મને આવકારવા લંબાતા તારા હાથને હું કયાં શોધુ?


લાગી છે ભુખ મને, જમવુ છે પેટ ભરીને, સંતોષના અોડકાર આવે તેવા સવાદને હું કયાં શોધુ?
ભાત લાગે છે સુકા ને રોટલી લાગે છે કોરી,દાળ-શાકના સવાદિષટ સંગાથને હું કયાં શોધુ?


તહેવારના દિવસો હોયને વાનગી ઘણી બનાવુ,અમૃતથી પણ મીઠા તારા મોહનથાળને હું કયાં શોધુ?
જ્યારે જ્યારે હું થાકતી દીલ ખોલી નાખતી,મારા વાળમાં ઘીરેથી ફરતાં તારા હાથને હું કયાં શોધુ?

કોઇ કહે મમ્મી, મમતા, MP કે મેડમ,'મીનુ' નામથી પડતાં તારા સાદને હું કયાં શોધુ?
સાવ અેકલી છુ કયારેક તો આવ મળવા,અચાનક તને પકડી પાડુ અેવી વાટને હું કયાં શોધુ?

 


Rate this content
Log in