સાથે જ રહીએ
સાથે જ રહીએ
ચાલ, ફરી એક્વાર સાથે જીવી લઇએ,
ઘર-ઘર રમતાં-રમતાં ઘર સંસાર માંડી લઇએ,
સુખ:દુખ, તડકો– છાંયડો, હસવુ રડવુ,
ચાલને થોડુક – થોડુક વહેચી લઇએ,
“હુ” અને “તુ” મટીને “આપણે” બની જઇએ,
સુંદર આ જીવન જીદંગીભર બંધનમાં બંધાઇ જઇએ,
નકરાત્મક વિચારોને છોડી હકારાત્મક બની જઇએ,
સંગાથે મીઠી યાદો વાગોળી મજા કરી લઇએ
ઊંડાણમનના અંતરપટે
મન “ભાવિક” થઇએ “આશાની” કલમે

