મોસમનો પહેલો વરસાદ
મોસમનો પહેલો વરસાદ
1 min
200
માણવા મોસમનો પહેલો વરસાદ આજ
બળ-બળતી વસુંધરાને ઠંડી કરવા કાજ,
વરસ્યાં વરુણદેવ ચાલો વધામણાં કરવા આજ,
ભીની માટીની પ્રસરાતી સુગંધની મજા આજ
સાથે કડક મસાલેદાર ચાયની મજા આજ,
સૂતેલા દેડકાઓને જાણે જાગરણ આવ્યું આજ
“ટેહુક-ટેહુક” નાદથી મોરોનું નૃત્ય જામ્યું આજ,
મોંઘાદાટ ચંપલ-શુટ ને યુવાની છોડી આજ
ચાલુ વરસાદે બાળપણની રમતો રમીએ આજ,
નથી પહેરવો રેઈનકોટ કે નથી ઓઢવી છત્રી આજ
પાણી ભરેલા ખાબોચિયે પગ પછાડવા આજ,
હાથોમાં હાથ ને 'પ્રિયતમ'નો સાથ છે આજ
સાથે ભીંજવવા કાજ આનંદની લહેરખી છે આજ.
