સારું લાગે છે...
સારું લાગે છે...
તમે મળતા રહો તો સારું લાગે છે,
આ બેરંગી દુનિયા માં કોઈ મારું લાગે છે,
હજારો દુઃખ વચ્ચે તમારી હાજરી ,
જાણે પાનખર માં વસંત લાગે છે,
વ્યસ્ત તો ભલે ને બધાય રહે ,
તમે સમય આપો ને તો સારું લાગે છે,
તમે ને હું જીવન રથ ના બે પૈડાં,
સાથે રહીએ તો જીવવું સરળ લાગે છે,
ના હું કંઈ કહું ના તમે કંઈ કહો,
માત્ર મૌન સમજીએ ને તો સારું લાગે છે ,
સોનિયા(રૂપ)

