STORYMIRROR

Kavita Shah

Inspirational

3  

Kavita Shah

Inspirational

ઋતુનો વડો

ઋતુનો વડો

1 min
28.2K


આભથી વરસે તો ભાવતો છે,

આંસુનો વરસાદ જ આકરો છે.


છે તરસ મારી આકાશ જેવી,

એ કરે ફોરાં, મારો મરો છે.


આ તરસ જોઈ, વરસાદ આવ્યો,

યાર બચપણનો મારો જૂનો છે.


એમનો અંદાજ જરા જુદો છે,

હોઠ છે આ કે તાજા ફુલોં છે !


આભમાં સૂરજનું રાજ કાયમ,

વાદળાં પાછળ, આજે ખડો છે.


બૂંદ જળ ચાતકની ચાંચમાં ને,

મોર મન મૂકીને, નાચતો છે.


આભ ધરતી સૌ રળિયામણા છે,

મેઘ સાચે ઋતુનો વડો છે.


Rate this content
Log in

More gujarati poem from Kavita Shah

Similar gujarati poem from Inspirational