STORYMIRROR

Ajay Barot

Inspirational Thriller

4  

Ajay Barot

Inspirational Thriller

રહેવું પડશે

રહેવું પડશે

1 min
167

રહેવું છે માનવ સાથે માનવ થઈને

રહેવું પડશે દૂર રાધાથી કૃષ્ણ થઈને,

 રહેવું પડશે કાંટા સાથે ગુલાબ થઈને,


છે રચના જ આ જગતની એવી

 રામ જીવ્યા કુટુંબના વિરહ લઈને,

 રાવણ જીવ્યો સોનાની લંકા લઈને,


બહુ મૂંઝવણ ના કર તું અહીં

રામ સીતા વિચરે વનવાસ લઈને

સુદર્શન ધારી લીલા સંકેલે તીર લઈને,


ચિત્રોમાં જ અલગ સ્વરૂપ છે પ્રભુનું

એની જ રચેલી સૃષ્ટિમાં,

માણસ ફરે છે કોડીનો રાજા થઈને,


બાકી અજેય, પ્રભુ પણ ફરે છે

માણસ જેવો માણસ થઈને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational