રેશમની દોરી
રેશમની દોરી


કાલુ કાલુ બોલીને,
દીદીને ખીજવતો,
છતાં પણ દીદીનો,
પ્રેમ હું પામતો,
રાખી બાંધીને,
હેત મને કરતી,
વ્હાલની પપ્પી,
હું પણ આપતો,
સમય સમય હવે,
વીતતો ગયો,
દીદીનું પ્રેમ સ્વરૂપ,
હું જોતો ગયો,
આજ વીસ વીસ વર્ષના,
સમય વિત્યા,
દીદીનું હેત હું,
આજ પણ જોતો,
આવે વર્ષમાં,
એક વાર રાખી,
દીદી આવતી,
રાખી બાંધતી,
પણ.પણ..પણ..
આજ એ ચાલી ના શકતી,
દીદી ના ઘરે,
ખબર હું કાઢતો,
રાખીના દિને સ્મરણ કરતો,
દીદીના ઘરે રાખી બંધાવતો,
પાંચ વરસથી હું જાતો,
દીદીના હાથથી આશિષ લેતો,
આવ્યો આજ કપરો કાલ,
દીદીનો આવ્યો ફોન આજ,
ભાઈ તું આ વર્ષ, ના આવજે,
પ્રભુ પાસે રાખી તું બાંધજે,
મારા આશિષ, સદાય હંમેશા,
સુખી પરિવાર રહે હંમેશા,
આંખમાંથી નીકળે, આંસુ મારા,
દીદીના હેતને, ઈશ્વર માનતો,
આવો છે પ્રેમ આ જગતમાં,
ઈશ્વર ને પણ મન થાય,
આવવાનું જગમાં.