રાહ
રાહ
ઘણા વર્ષો વિતી ગયા દર્શન થયા નથી તારા,
મળીશ તું મને એની જોતો રહ્યો હું રાહ,
કલ્પનાઓના ઘોડા થાકી ગયા,
સ્મરણ કરીને તારા
મળીશ તું મને એક'દી
એની જોતો રહ્યો હું રાહ,
અચાનક એક'દી ક્યાં છે તું,
એવા સંદેશ આવી ગયા,
હાશ ! થઈ હૃદયને હવે દર્શન થશે તારા
મળીશ તું મને એક'દી
એની જોતો રહ્યો હું રાહ,
મળ્યા પણ ત્યાંજ, જ્યાંથી વિખૂટા પડયા,
આશ થઈ પૂરી હૃદયની દર્શન કરીને તારા
મળી ગઈ તું મને, હવે હૃદયને,
નથી કોઈની રાહ.

