પત્નિનો જન્મદિવસ
પત્નિનો જન્મદિવસ


કપરા સમયમાં સાથ દે, સહધર્મચારિણી સદા,
મારો રહ્યો છે રાગ જેની, તું જ રાગિણી સદા,
માતા, ભગિની દૂર ચાલ્યાં, તે પછી મારા વિષે,
અસ્તિત્વની ઓળખ બની છે, તું જ તારિણી સદા,
એકલપણાના નામનું, ના કષ્ટ મેં જીરવ્યું કદી,
તું શારદા તું મોક્ષદા, તું કષ્ટહારિણી સદા,
સહવાસથી તારા મને, ના આંચની પરવા રહી,
તું કાલિકા, દુર્ગા જ તું, તું દુઃખતારિણી સદા,
ચિંતિત હવે ના 'ચંદ્રશેખર' કોઈ પણ વાતે રહ્યો,
સારા અને નરસા સમયની, તું જ સારિણી સદા.