પ્રસંગ
પ્રસંગ
સૌના સાથ અને સહકારથી દીપે છે પ્રસંગ.
સહુને અપાતા આવકારથી દીપે છે પ્રસંગ.
એકલેહાથે તાળી ન પડી શકે કદી જીવનમાં,
અરસપરસ સમાન વિચારથી દીપે છે પ્રસંગ.
ગમ ખાવાની આદત જરુરી છે વ્યવહારમાં,
ધીરજ જો હોય આચારથી દીપે છે પ્રસંગ.
હળીમળીને હેત પ્રસારવાની વાત છે અહીં,
જતું કરવા તણા ઉચ્ચારથી દીપે છે પ્રસંગ.
મધુ જબાને આગતા સ્વાગતા રાખવી જરુરી,
શબ્દે વિનયના ઉદ્- ગારથી દીપે છે પ્રસંગ.
