પરપોટો જીવન તણો
પરપોટો જીવન તણો
દરિયા જેવી વિશાળ સૃષ્ટિમાં,
એક પરપોટા જેવી છે આ જિંદગી,
મનુષ્ય જીવનનાં અપાર કષ્ટો વચ્ચે,
ખુશીઓ છે એક પરપોટા જેવી,
ન કરવું પૈસા, પદ અને રૂપ તણું ગુમાન,
ફૂટી જશે પરપોટો ગુમાનનો પળવારમાં,
ન કરવો લોભ, લાલચ, ઈર્ષા-અદેખાઈ,
ફૂટી જશે પરપોટો દુર્ગુણોનો પળવારમાં,
કહે છે 'કવિરાજ' જીવી લો જિંદગી મોજથી,
ન જાણે ક્યારે ફૂટી જશે પરપોટો જીવન તણો.
