પરીક્ષા
પરીક્ષા
પરીક્ષા આપી રહ્યો છું કુદરતને,
નથી પરિણામની આશા બસ પરિક્ષા આપી રહ્યો છું.
ખુદને હું જ હિમ્મત આપી રહ્યો છું,
મારી પોતાની હૂંફથી ગરમાઇ રહ્યો છું બસ.
દરિયાના ઊંડા નીરમાં ડુબાડે છે,
રુંધાતો જાય શ્વાસ બસ જીવું તો જીતાડે છે.
બળબળતા અંગાર પર ચલાવે છે.
મન વેદનાથી ક્યાં પર વેદના હતી એ.
નથી પરિણામની કોઇ આશ,
નથી કોઇ તૈયારીની તક અજાણ્યા જ વિષયની.
કુદરતનો છું હું વિધાર્થી,
બસ તાકાત દે જે તને સહન કરવાની.
રણ પણ રાખે છે મીઠી વિરડીની આશ,
લડતો રહીશ હુ હશે જ્યા સુધી શ્વાસ.
હર મુસિબતની સામે બસ સંઘર્ષ કરતો જાઉં,
જસ ન દે તો વાંધો નહિ જીત ને તો જાઉં.
ન થાઉ ભલે હું ''વિજય''
હારવા દે તો ન હિંમત પરીક્ષા આપી રહ્યો છું.
