STORYMIRROR

Masum Modasvi

Inspirational Others

3  

Masum Modasvi

Inspirational Others

પરિચય

પરિચય

1 min
27K


પરિચય ગાઢ હોવાની હકિકત માનતા લાગે,

સમયની ચાલ સમજીને સમયપર ચાલતા લાગ.


કદી ઓછા હ્રદય ભાવો અમે આપ્યા નથી કિંતૂ.

છતાંએ ભાવ મનના એજ પાછા માપતા લાગે.


હતી લાંબી ઘણી કેડી મગર ભરતાં રહ્યાં પગલાં,

ભરોસો હામનો રાખી કદમને પાડતા લાગે.


રહી આશા હ્રદય મનની વધાવું સ્નેહ નાતે પણ,

રસમ ના આવરણ ખોટા ચડાવી પાળતા લાગે.


ઘડેલી છે વિચારોમાં નવી દ્રષ્ટિ તણી રીતો,

ઉસુલો પર રહી કાયમ નિગાહે ભાળતા લાગે.


ધરેલી લાગણી ધારી હ્રદય અર્પણ કરી બેઠા,

કદર ના થાય ત્યારે બસ ઘડેલી વાર્તા લાગે.


બતાવો ક્યાં લગી સામા પ્રવાહે જીવસો માસૂમ,

જગતના લોક તો માનવ ધરમને ખાળતા લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational