STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

પ્રેમળ જ્યોતિ

પ્રેમળ જ્યોતિ

1 min
13.1K


જીવનમાં બધાથી કરી લે પ્રીતિ

આ જગની સહુથી સહેલી રીતી

તને સદા થાય જેની પ્રતીતિ

હરદમ સાફ રાખ તારી નીતિ

પ્રિતની ભાષા છે સાદી સીધી

નથી તેમાં કદાપી લેતી દેતી

પ્રેમની ધારા ખળખળ વહેતી

ભલે પામે છીપ કંકર કે રેતી

પ્રીતના પરવાળા શુભ્ર મોતી

કાંઠે નિરાંતે બેસીને લે ગોતી

અભય બની તું દૂર કર ભીતિ

સદા જલે ભીતરે પ્રેમળ જ્યોતિ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational