પ્રેમ પથ
પ્રેમ પથ


માથે નભ નીચે ધરા ...
કહેતા મનમા કંઈક કહેવા વછૂટે પ્રેમની અટલ ધારા....
પ્રથમ એ દિવસે જોયેલી જાણે નવરાશની પળોમા ઈશ્વરે ઘડેલી પરી સમાન ભાસતી નારને એકચિત્તે જોતાજ તાકી રહેતા મારા દિલની નયનતારા....
ગજબનું મુખ ને સૌંદર્ય સાથે દેહ લલચાવનારી કાયા...
જોતાજ લાગણીઓથી ઉમટે મનમાંથી એકધારી માયા....
એવામાં પડે ક્યાંક છાયા...
તો જરૂર દિલના પ્રટાગણનામા જાણે ઉજાસની પથરાઈ જાય ગજબધાર સાયા....
ઝરમર વરસતા ઝીણાં વરસાદ સાથે જાણે ઈશ્વર થકી બિંદુ સ્વરૂપ મળતો પ્રસાદ...
કાયા ને અડતાજ જાણે પ્રેમ સ્પર્શની સ્પંદનમય અનુભૂતિનો કરાવી જાય અહેસાસ...
સુંવાળી સંધ્યા ને સમયના સથવારે માથે કાળા દિબાંગ વાદળો...
સાથે મનમાં થાય પ્રેમના સ્પંદનમય વમળો....
જાણે પ્રથમ પ્રેમના પથ પર ચાલતા જ જરૂર કરાવી જાય કુદરતી નૈસર્ગિક વાતાવરણ સાથેની ગજબાન્તિકભવ્યાન્તિક સ્પર્શનાદ અનુભૂતિ...
વરસાદી ફોરાના સ્પર્શ માત્રથી વાલમડીનો પ્રેમ દિસે નિખાર...
લાગે જાણે સૌદર્યની છે બેનમૂન વખાર...
ઝરમર વરસાદનું એક બુંદ પડતા ગાલે લલાટે લાગે જાણે પારદર્શક ચંદ્રમણીનુ મોતી...
ઘડીભર જોતા તેને મન કરે લાવ ચુમવા સાથે લવુ ભેટી...
પડતા પ્રેમમાં એકબીજા પર હરખભેર આંગળી ચીંધી....
અતૂટ અમૂલ્ય એવા અકલ્પનિય પ્રેમના નિતરતા ભાવથી દિલને જરૂર ક્ષણભર નાખે ભાવભેર વિંધી ...
એવા ભીના મદમસ્ત માહોલમાં ઠેરઠેર હોય અંધકાર...
પણ તેણીના પ્રેમનો પડતો પગને દીપી ઉઠે ઉજાસ જ ઉજાસ...
પડતા વરસાદમાં ભીની માટીની મહેક ભળે....
પ્રેમના મીઠા અહેસાસ માત્રથી મનમા લાગણીઓ કળે...
વિના પ્રેમ મળી જાય ક્યાંક એકાંત...
તો જરૂર બની જાય દિલનું પટાંગણ અશાંત....
સહેવાસ વગર કરૂ તારા વિચાર અનેક તો મન મદહોશ જાય છે બની...
એવી તો લાગી છે તારા નામની અનેરી અદભૂત લગની....
મળી જ્યારે તું ત્યારે મળ્યાં નો આનંદ એ પરમાનંદ ગયો બની..
જાણે મળતા મળી મને તું ને લેતી ગઈ દુઃખ સાથે શનિ...
પ્રત્યક્ષ હૃદય સમક્ષ હાજર છું તું જરૂર લેશમાત્ર અહેસાસથી બની ગઈ હરખભેર મારા દિલની ગીની...
તારી પળપળ હાજરી મને કેટલાય સ્મરણો તાંજા કરવતા જતાને મૂખે મળી જાય જાણે ચીની...
તો કયારેક ન મળવાના અહેસાસ માત્રથી મન ઉદાસીન બનતા કાળજુ બની જાય સૂનું...
કામ કરતા લાગે પથ ટૂંકો..
પણ પડતા પ્રેમમાં ને પથ લાગે જરૂર લાંબો...
મીઠડીના જરૂર આવે દિલમાં ખ્યાલ...
એવામાં યાદના થતા વમળના અઢળક ભરૂ ઘુંટના અવિરત પ્યાલા...
પ્રેમના પથ પર ચાલતા ઠેરઠેર દેખાય તુજ ઘણી...
લાગે જાણે નમણી નાર લાગે ઘણી...
જોતાજ તણાઈ જાય લાગણી ઘણી...
એવી તો પ્રેમની લાગણી બંધાણી ઘણી...
તાણી તાણી ને ઘણી તાણી લેશમાત્ર શરમથી મુખ પર નયનો ઢાળી...
જોવું વાલમડીનું મુખ દર્પણમાં...
ને મન કરે લાવ હમણાં જ કરી લઉં સમર્પણ...
નજાકત તો જાણે છલકે પુરબહાર ખળખળ વહેતી સરીતારૂપે ઝરણું...
જોતા ઝરણું ને બની જાય સ્નેહનું પ્રિતભેર અલાયદુ સંભારણું...
બાંધ્યો છે અતૂટ પ્રેમ જાણે છલકાય વિશાળ ડેમ...
દિવસ હોય કે રાત જરૂર લે પ્રેમનું નામ...
જોતા જોઈ જરૂર લવુ છું નિરખી...
પ્રેમ સહજ જરૂર લવુ છું પરખી...
જાણે ઈશ્વર થકી સર્જાઈ છે તુજસંગ અમસંગ પ્રેમની લકીર રચાઈ છે સરખી...
તારા પ્રેમના પથ પર ચાલતા મનમાં જરૂર રહે છે રંજ કદી ન જાય કોઈ ભરખી...
ઈશ્વરનો જરૂર માનુ ઉપકાર ક્ષણભર જરૂર જવું થંભી ..
મળી છે એ પ્રેમની પળમાં કહી દઉં જાણે તું છે મારી કે તમારી...
જરૂર બની જાય આપણા જીવનભરની યારી સહિયારી...
લાગે ભલે શબ્દ પ્રેમનો નાનો...
મળે જો પ્રેમ તારો તો હું બની જઉં પ્રેમસભર સૂનો...
તારો જો મળે ભાવ નિતરતો પ્રેમ તો હરખથી ભરાઈ જાય હેતનો ડેમ...
કરવો છે પ્રેમનો એકરાર
નથી કરવી આળસ નહીંતર વિરહની વલોપાતથી છલકાશે ડેમ...
જરૂર હૃદય ના ઝરૂખે બેસી જોઉં છું એક નજર તારા આગમનની રાહ....
મળ્યો છે તારો પ્રેમને મન કહે છે વાહ...
તને જોતાજ પ્રેમથી મન થયું છે સેટલ....
એટલે તો મનમાં જરૂર થાય છે કે પ્રેમના પથ પર ચાલવા મન છે અટલ...
તારા પ્રેમ વિરહમાં ચાલતા પગલે બની ગયો છું પથિક...
ચાલતા આ પથિક ને નથી નડતો કોઈ માસ અધિક....
છે તારા પરનો પ્રેમ શાંત..
નિભાવીશ સાથે જરૂર પુરા ખંત...
નહી આવે આ નિતનવીન પ્રેમના પથમાં ચાલતા કદી અંત...
અટલ મનનો માનવી છું પ્રેમ પામવા નહીં બની જઉં સંત...